કુદરત ના કહેર વચ્ચે માનવતાની મહેક પ્રસરાવતુ મોરબી જલારામ પ્રાર્થના મંદિર
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તંત્રની સુચનાથી સંભવિત વાવાઝોડાને પગલે ન્યુ ટાટા નગર નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામા આવી હતી. આ ભગીરથ કાર્ય મા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, નંદલાલ રાઠોડ, કાળુભાઈ પટેલ (જેપુર), અમિત પોપટ, અનિલ પોપટ, દીનેશ સોલંકી સહીતના આગેવાનો જોડાયા હતા. જ્યાં સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યાં સુધી તંત્રની સાથે રહી દરેક પરિસ્થિતી ને પહોંચી વળવા ભોજન તેમજ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવામા આવશે તેમ સંસ્થા ના અગ્રણીઓ તથા જલારામ સેવા મંડળ મોરબીનાં પ્રમુખ નિર્મિત કક્કડએ જણાવ્યુ છે.