પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર અયોધ્યા જ રામમય બની છે એવુ નથી પરંતુ વિશ્વના અનેક શહેરો પણ પોતપોતાના સ્થળોએ અનેક કાર્યક્રમો દ્વારા આ ઉત્સવનો ભાગ બનવા આતુર છે. ત્યારે આવતિકાલે પરશુરામધામ ખાતે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.
આગામી તારીખ 22 ના રોજ 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા ખાતે નીજ મંદિરમાં બિરાજમાન થવાનાં હોય ત્યારે આવતિકાલે પરશુરામધામ ખાતે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 500 થી વધુ લોકો દ્વારા 7500 દિવડાની દ્વારા મંદિર સુશોભન તથા મહાઆરતી તેમજ પ્રસાદનું આયોજન રાખેલ છે. આ સાથે 1992 માં કારસેવા અર્થે અયોધ્યા ગયેલા 35 કારસેવકોનું પણ સન્માન કરવામાં આવનાર છે. આટલું જ નહિ રામ સીતાની વેશભૂષામાં આવેલા બાળકોની શોભાયાત્રાનું પણ આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં સૌ કારોબારી સભ્યોને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.