મોરબીમાં શરદ પૂર્ણિમા નિમિતે ભૂદેવોના પરિવાર માટે પરશુરામ યુવા ગ્રૂપ શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને શરદપુનમની રઢિયાળી રાતે ભૂદેવોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ તેમજ જુદીજુદી કોર્ટના જજ અને સમાજના આગેવાનો, અધિકારીઓ, વકીલો સહિતના ભૂદેવો સહપરિવાર હાજર રહ્યા.
મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન સોમવારે રાતે લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબી સમસ્ત બ્રહ્મ પરિવારો જોડાયા હતા અને શરદોત્સવમાં જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ બાળાઓ સહિતનાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
અને મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ આયોજિત શરદોત્સવમાં ભૂદેવો દ્વારા તન, મન, ધનથી સહકાર આપવામાં આવેલ હતો અને આ કાર્યક્રમમાં મોરબીના ડિસ્ટ્રિક્ટ જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ, એડીશ્નલ સેશન્સ જજ કમલ આર. પંડયા સાહેબ તેમજ જુદીજુદી કોર્ટના જજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લાના સરકારી વકીલ વિજભાઈ જાની, જગદીશભાઇ ઓઝા, ગોપાલભાઈ ઓઝા, કિશોરભાઇ શુકલ, રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતના જુદીજુદી સરકારી કચેરીમાં ફરજ બજાવતા બ્રહ્મ સમાજના અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ યુવા ગૃપ પ્રમુખ ઉદયભાઈ જોષી, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, હર્ષભાઈ વ્યાસ તેમજ વિજયભાઈ રાવલ સહિતની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમનું સફળ સંચાલન કૌશલભાઈ હિતેશભાઇ મહેતા તેમજ મહિધારભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.