Sunday, January 5, 2025
HomeGujaratજીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા મા મોરબી ની પી.જી.પટેલ કોલેજે પ્રથમ ક્રમાંક...

જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા મા મોરબી ની પી.જી.પટેલ કોલેજે પ્રથમ ક્રમાંક મેળવ્યો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી મોરબી દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા 2021-22 નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા પ્રાચીન ગરબા સ્પર્ધા મા પ્રથમ સ્થાને પી.જી.પટેલ કોલેજ – મોરબી, દ્વિતીય સ્થાને તક્ષશિલા સ્કુલ-હળવદ, તૃતીય સ્થાને એલ.કે. સંધવી ગલ્સ સ્કુલ-વાકાનેર રહ્યા હતા, ઉપરોકત સ્પર્ધા મા પ્રથમ ક્રમાંક મેળવનાર પી.જી.પટેલ કોલેજ આગામી સમય મા રાજ્ય કક્ષા એ મોરબી જીલ્લા નુ પ્રતિનિધિત્વ કરશે. આ રાસ ગરબા ની તૈયારી અને પ્રેકટીસ પી.જી.પટેલ કોલેજના પ્રો. હિતેન્દ્રસિહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કરવામા આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જીલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, અને પ્રાંત યુવા વિકાસ અધિકારી નિરતીબેન અંતાણી ખાસ હાજર રહયા હતા.

આ તકે સફળતા બદલ સ્પર્ધા મા ભાગ લેનાર તમામ વિર્ધાથીનીઓ ને તેમજ પ્રો. હિતેન્દ્રસિહ જાડેજા ને સંસ્થા ના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને સંસ્થાના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!