Friday, May 23, 2025
HomeGujaratમોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ ગુણોત્સવમાં એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કર્યો

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ ગુણોત્સવમાં એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કર્યો

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ ગુણોત્સવમાં એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીઓનું દરેક તબ્બકે વિકાસ થાય તે માટે ભણતર સાથે ગણતર અને વિવિધ સરકારી યોજનાની અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિધાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લે છે. જે તમામ પ્રવૃત્તિઓ અને વ્યવસ્થા અને એકમ કસોટી અને વાર્ષિક પરીક્ષામા સારું પરિણામ મેળવતા ૧૦૦૦ માર્કના મૂલ્યાંકનમાં A+ ગ્રેડ આપવામાં આવ્યો છે જે બદલ શાળાના આચાર્યને ધન્યવાદ પાઠવ્યા હતા…..

- Advertisement -
- Advertisement -

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીઓનું હોલેસ્ટિક ડેવલપમેન્ટ થાય, વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વોકેશનલ ટ્રેનિંગ, મેડિકલ એસેસેમેન્ટ, રંગોત્સવ, રમતોત્સવ, એક્સપોઝર વિઝીટ, ટ્વીનિંગ પ્રોગ્રામ, એક ભારત શ્રેષ્ઠ ભારત,સાયન્સ સર્કલ, મેથ સર્કલ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સાથે સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા, ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે. જેથી આ વર્ષે ધોરણ પાંચમા જ્ઞાન સેતુ CET માં 40 વિદ્યાર્થીનીઓએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આઠમા ધોરણમાં લેવાતી જ્ઞાન સાધના પરીક્ષાનું ઝળહળતું પરિણામ મેળવ્યું હતું. તેમજ આ શાળાની તેજસ્વી બાળા વંદના હંસરાજભાઈ પરમાર 109 માર્ક સાથે ધો.8 આઠના દશ હજાર જેટલા વિદ્યાર્થીઓ પૈકી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવી હતી. એવી જ રીતે NMMS પરીક્ષામાં પણ આ વિદ્યાર્થીનિએ 158 માર્ક સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. આવી અનેકવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિના કારણે સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓનું ગુણોત્સવના માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવે છે. શાળાની વર્ષભરની વિવિધ પ્રવૃતિઓ, અધ્યયન અધ્યાપન, શાળા વ્યવસ્થાપન, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશાધન અને તેનો ઉપયોગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ,એકમ કસોટી, સત્રાંત વાર્ષિક પરીક્ષા શાળા સંચાલન, વિદ્યાર્થીઓની હાજરી, મધ્યાહ્નન ભોજન, સ્વચ્છતા, આપત્તિ વ્યવસ્થાપન, તહેવારોની ઉજવણી, પુસ્તકાલયનો ઉપયોગ વગેરે બાબતોને એક સાથે નિહાળી એક હજાર માર્કના આધારે મૂક્યાંકન કરવામાં આવે છે. જેમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને A+ ગ્રેડ આપવામાં આવ્યો છે. શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓઓ તેમજ ધોરણ બાલવાટિકા થી ધો.આઠમા ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો અરવિંદભાઈ કૈલા, અશ્વિનભાઈ ક્લોલા, અલકાબેન કોરવાડિયા હીનાબેન ચાવડા, ગીતાબેન અંદીપરા, નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, દયાલજીભાઈ બાવરવા, જયેશભાઈ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા અને અશ્વિનભાઈ ભુવા વગેરેને શાળાની ઝળળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!