Wednesday, October 9, 2024
HomeGujaratમોરબીનું ગૌરવ:ખોખરા હરિહર ધામમાં ચાલતી શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય સંસ્કૃતમાં પીએચડી...

મોરબીનું ગૌરવ:ખોખરા હરિહર ધામમાં ચાલતી શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય સંસ્કૃતમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરી

ભારતીય સંસ્કૃતિના જતનમાં જો કોઇ ભાષાની સુરક્ષા-સંવર્ધન જરૂરી હોય તો તે ભાષા સંસ્કૃત છે, કારણ કે પ્રાચીન ભારતનું શિક્ષણ સંસ્કૃત ભાષામાં અપાતું હતું. આપણા વેદ, શાસ્ત્રો, વ્યાકરણ, મીમાંસા જેવા તમામ અભ્યાસગ્રંથો સંસ્કૃતમાં રચાયેલા છે. તક્ષશિલા, નાલંદા અને વલ્લભી જેવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠો સંસ્કૃત માધ્યમમાં શિક્ષા આપતી હતી. ત્યારે મોરબી જિલ્લાની એક માત્ર શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયનાં પ્રધાનાચાર્ય દિપકભાઈ ભરતભાઇ મહેતા સંસ્કૃતમાં પી.એચ.ડી. થતા તેમના પર ચારેય કોરથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

શ્રીખોખરા હનુમાન હરિહર ધામમાં ચાલતી મોરબી જિલ્લાની એક માત્ર શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયનાં પ્રધાનાચાર્ય દિપકભાઈ ભરતભાઇ મહેતાએ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન ડૉ. વાચસ્પતિ મિશ્રાજીના માર્ગદર્શન હેઠળ श्रीमद्भागवतस्य चतुर्थस्कन्धस्य प्रकाशितटीकानां व्याकरण दृष्ट्या परिशीलनात्मकमध्ययनम् । વિષય ઉપર વિદ્યાવારિધિ (પી.એચ.ડી.) ની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. જેના થકી બાદલ મોરબી જિલ્લા તેમજવિદ્યાલયનું ગૌરવ વધ્યું છે. જે બદલ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ.માં કનકેશ્વરી દેવીજીએ આશીર્વાદ સાથે પ્રસન્નતા પ્રગટ કરી હતી. તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા પણ દિપકભાઈ મહેતાને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!