મોરબી તાલુકાના રફાળીયા ગામે વાત કરવાના બહાને બોલાવી સરપંચને ૩ શખસોએ માર મારતા તાલુકા પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી હતી.
મોરબી પંથકના રફાળીયા ગામે વિડીમાં વાત કરવાના બહાને બુટવડા ગામના સરપંચ મુળજીભાઈ ગંગારામભાઈ દેગામા (ઉ.વ.૫૨) બોલાવી સરપંચના સાળાના દિકરાને આરોપીના સંબંધીની દિકરી સાથે પ્રેમ સંબધ હોય બંને કયાક ચાલ્યા ગયા હોય તે બાબતની ચર્ચા બાદ બાબભા ગઢવી, રાજભા ગઢવી, જયદીપ ગઢવી એ સંરપચને લાકડાના ધોકા ,પાઈપ જેવા હથિયારો સાથે તુટી પડયા હતા અને બરડા અને પીઠના ભાગે મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
પોલીસે સરપંચની ફરિયાદ પરથી તમામ આરોપી સામે ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવા કવાયત હાથ ધરી હતી