મોરબીમાં રોડ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીનાં રંગપર ગામે રિવર્સમાં આવતા લોડર વાહને પુરપાટ ઝડપે રિવર્સ લેઈ પાછળ રહેલ માતા-પુત્રને હડફેટે લીધા હતા. જેમાં બાળકના માથે ટાયર ફરી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે માતાને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીની લેમન સિરામીકના લેબર ક્વાર્ટરમા રંગપર ગામની સીમામા રહેતા મૂળ MP નાં લોકેન્દ્રભાઇ રામસીંગભાઇ ઝાલા નામના યુવકની પત્ની પુજાબેન તથા તેનું બાળક કનૈયા ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરની બહાર હોય ત્યારે GJ-36-S-5566 નંબરના લોડર વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે એકદમ સ્પીડથી રીવર્સ લેતા પુજાબેન તથા કનૈયાને હળફેટે લેતા બાળકના માથાના ભાગે ટાયર ફરી જતા, ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે ફરિયાદીનાં પત્ની પુજાબેનને જમણા હાથે સામાન્ય ઇજા પહોંચતા તેને સવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો હતો.
આ તપાસનીશ અધિકારી પીએસઆઈ સાગરકા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે શ્રમિક પરિવાર પોતાના બાળકના મૃતદેહ ને લઈને પોતાના વતન મધ્યપ્રદેશ માં જતો રહ્યો છે જેથી મૃતક બાળક ની કોઈ ફાઈલ તસવીર કે બાળકની માહિતી પોલીસને આપેલ નથી ત્યારે મોરબી તાલુકા પોલીસ આવા બાળકોના મોતના બનાવમાં યોગ્ય તપાસ કરે તે અત્યંત જરૂરી છે.