કોળી સમાજ માટે ગૌરવપૂર્ણ પ્રસંગ; પરિવારમાંથી બે વ્યક્તિઓની નોટરી તરીકે નિમણૂક
મોરબી જીલ્લા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને વરીષ્ઠ વકીલ દિલીપભાઈ અગેચાણીયાની નોટરી(મેજિસ્ટેટ)તરીકે નિમણૂક સાથે જ તેમના પરિવારમાંથી તેમના પુત્રવધુ પૂનમબેનની પણ નોટરી તરીકે નિમણૂક થવા પર કોળી સમાજ ગૌરવ અનુભવી રહ્યો છે.આ સાથે જ દિલીપભાઈએ ગરીબ વિદ્યાર્થીઓને અવાર નવાર પોતાના દસ્તાવેજ કે જરૂરી કાગળ ને TRUE COPY જરૂર પડતી હોય તેઓને નિઃશુલ્ક TRUE COPY કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે.
મોરબી જીલ્લાના વરીષ્ઠ વકીલ અને મોરબી જીલ્લા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરાઈ છે. આ તકે મોરબીના વકીલ મંડળના તમામ હોદ્દેદારો, સિનિયર અને જુનિયર વકીલો, રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો અને પોલીસ અધિકારીઓએ દિલીપભાઈ અગેચાણીયાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે કોળી સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે કારણ કે દિલીપભાઈના પુત્રવધુ પૂનમબેન અગેચાણીયાની પણ નોટરી તરીકે નિમણૂક થઈ છે. આ બંન્ને નિમણૂકોને લઈને કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.
દિલીપભાઈ અગેચાણીયા મોરબી જીલ્લા પંચાયત ઉપરાંત લારસન એન્ડ ટર્બો તથા આર.સી. ઇન્ડસ્ટ્રીઝ (સોલાર) જેવી મોટી કંપનીઓમાં ચીફ લીગલ એડવાઈઝર તરીકે કાર્યરત છે. વિશેષરૂપે સાંસદ ચંદુભાઈ સિહોરાએ પણ દિલિપભાઈ અગેચાણીયાને વ્યક્તિગત શુભેચ્છા પાઠવી, પ્રશંસા વ્યક્ત કરી હતી.