Thursday, April 18, 2024
HomeGujaratમોરબીનાં સેવાભાવી યુવાનો આવ્યા કોરોના દર્દીઓની વ્હારે : ઓક્સિજન સિલિન્ડરની વાલ્વ કિટની...

મોરબીનાં સેવાભાવી યુવાનો આવ્યા કોરોના દર્દીઓની વ્હારે : ઓક્સિજન સિલિન્ડરની વાલ્વ કિટની સેવા શરૂ કરી

મોરબીમાં હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોરબીનાં ૬ સેવાભાવી યુવાનોએ મોરબી સીરામીક ટ્રેડિંગ મિત્ર મંડળનાં સહયોગથી મોરબીનાં જરૂરિયાતમંદ કોરોના દર્દીઓ માટે જ્ઞાતિ જાતિનાં ભેદભાવ વગર ઓક્સિજન સિલિન્ડર પરની જે વાલ્વ કીટ આવે એની સેવા ચાલુ કરેલ છે. જે કોઈ આ ઓક્સિજન વાલ્વ કીટ લેવા આવે તેમણે ૩૦૦૦ રૂપિયા ડિપોઝીટ આપવાની રહેશે. કીટ પરત કરતી વખતે આ ડિપોઝીટ પુરે પુરી પરત કરવામાં આવશે. કિટ લેવા આવતી વખતે દર્દીનું આધાર કાર્ડ, જે વ્યક્તિ લેવા આવે એનું આધાર કાર્ડ સાથે લાવવું. આ કિટ લેવા માટે કવિનભાઈ શાહ (8469505111), અભિષેકભાઈ મેઘાણી (9898912347), જયભાઈ પટેલ (8511129555), જયદીપભાઈ પટેલ (9099111161) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!