Saturday, December 28, 2024
HomeGujaratમોરબીની શનાળા ગ્રામ પંચાયત અને જેતપર સીટ હેઠળ આવતી અણિયારી ગ્રામ પંચાયત...

મોરબીની શનાળા ગ્રામ પંચાયત અને જેતપર સીટ હેઠળ આવતી અણિયારી ગ્રામ પંચાયત સમરસ બની

મોરબી સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીએ આંગણે ટકોરો મારતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
એક પછી એક ગામો સમરસ જાહેર થઈ રહ્યા છે ત્યારે આજે મોરબીનું શનાળા ગામ અને જેતપર સીટ હેઠળ આવતું અણિયારી ગામ પણ સમરસ થયું છે.

- Advertisement -
- Advertisement -

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારો પણ ગામડા ખૂંદી મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ગામના વિકાસમાં સતત જાગૃત રહેતા ઉમેદવારોને ક્યાંય પણ દોડાદોડી કરવાની જરૂર રહેતી નથી તે વાતને ફરી એક વખત શનાળાના ગ્રામ જનોએ સાબિત કરી બતાવ્યું છે. ગામના આગેવાનો અને યુવાઓએ શનાળા ગામને સમરસ જાહેર કરી શકત શનાળા ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે સોનલબેન પ્રફૂલભાઈ બાવરવા અને ઉપસરપંચ તરીકે ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલાને આરૂઢ કર્યા છે.

આ ઉપરાંત ચૂંટણીના ફોર્મ ભરવાના છેલા દિવસે આજે મોરબીની જેતપર સીટ હેઠળ આવતું અણિયારી ગામ પણ સમરસ જાહેર થયું છે જેને પગલે જેતપર સીટ હેઠળ આવતા 23 ગામો માંથી 14 ગામોને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા જાહેરાત કરાયેલ રૂપિયા એક લાખની સહાઈનો લાભ મળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!