Monday, January 13, 2025
HomeGujaratEEP 2024-25 કાર્યક્રમમા મોરબીની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા હાઈસ્કૂલની પસંદગી કરાઈ

EEP 2024-25 કાર્યક્રમમા મોરબીની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા હાઈસ્કૂલની પસંદગી કરાઈ

પ્રાકૃતિક પર્યાવરણ કેવી રીતે કાર્ય કરે છે અને સાતત્યપૂર્ણ રીતે જીવવા મનુષ્ય કેવી રીતે વ્યવહાર અને નિવસનતંત્ર સાથે સમાયોજન સાધે છે. તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા દરવર્ષે Environment education programs (EEP) એટલે કે, પર્યાવરણીય શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે મોરબીની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા હાઈસ્કૂલની પસંદગી થતા મોરબી જિલ્લાનું ગૌરવ વધ્યું છે.

- Advertisement -
- Advertisement -

Environment education programs (EEP) 2024-25 અંતર્ગત ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આયોજિત સ્ટેટ લેવલના ઇકો ફેરમાં ગુજરાતમાંથી કુલ 21 જિલ્લાની પસંદગી કરવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લાની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા હાઈસ્કૂલની પસંદગી થતા શાળાએ મિતાણા અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

શાળાના કર્મચારી ગણેશભાઈ દેવડા, રમેશભાઈ ઢેઢી તથા આચાર્ય પ્રવીણચંદ્ર બી.વાટકિયાના માર્ગદર્શનથી તૈયાર કરેલ કૃતિ અને પર્યાવરણ સંરક્ષણની સુંદર કામગીરીને IFS અધિકારીએ બિરદાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!