Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના સલો, ગવો, ધમો, જપો સહિત છ આરોપીઓ પાસા તળે અલગ અલગ...

મોરબીના સલો, ગવો, ધમો, જપો સહિત છ આરોપીઓ પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા છ આરોપીઓ સામે મોરબી પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામી તમામને અલગ અલગ જેલ ખાતે ધકેલી દીધા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના મારામારી, પ્રોહીબીશન, ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ માથાંભારે શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર ફરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જે.બી.પટેલે છ ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય જેને પગલે પોલીસે ઇશ્યુ વોરંટની બજવણી કરી આરોપી સલીમ ઉર્ફ સલો જુસબભાઇ કટીયા (રહે.મચ્છીપીઠ, શેરી નં -૦૨, મોરબી) નીજામ જુસબભાઇ કટીયા (રહે.મચ્છીપીઠ શેરી નં -૦૨ , મોરબી), ગૌતમ ઉર્ફ ગવો ટપુભાઇ ડાભી (રહે.લાલપર પ્રિયા ગોલ્ડ મોરબી), રાકેશભાઇ દેવજીભાઇ મકવાણા (રહે.મોરથરા તા.થાનગઢ જિ.સુરેન્દ્રનગર) ધમેન્દ્રસિંહ ઉર્ફે ધમો દિલુભા ઝાલા (રહે. મેઘપર તા . ટંકારા જિ . મોરબી), જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખી (રહે.મોટા દહીંસરા તા.માળીયા મિ.જી. મોરબી) સહિતનાઓને પાસા તળે પકડી પાડી લાજપોર (સુરત), મધ્યસ્થ જેલ અમદાવાદ, પોરબંદર સહિત અલગ અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!