Monday, November 25, 2024
HomeGujaratરાષ્ટ્રીય ગ્રુપ 'મંથન દ્વારા મોરબીના શિક્ષકનું બેસ્ટ ટીચર એવોર્ડ થકી બહુમાન કરાયું

રાષ્ટ્રીય ગ્રુપ ‘મંથન દ્વારા મોરબીના શિક્ષકનું બેસ્ટ ટીચર એવોર્ડ થકી બહુમાન કરાયું

રાષ્ટ્રીય સ્તર પર શૈક્ષણિક ક્ષેત્રે કામ કરી રહેલ રાષ્ટ્રીય ગ્રુપ મંથન દ્વારા દ્વારા મોરબી પંથકની સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક દલસાણીયા વિજયભાઈ મગનલાલને રાષ્ટ્રીય એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

કોરોનાને પગલે અમલી કરાયેલા લોકડાઉન દરમિયાન શાળા બંધ હોય છતાં શેરી શિક્ષણ અને અવનવી પરવુંતિઓ થકી શિક્ષણ આપીને બાળકોના હિત માટે અવિરત પ્રયત્ન કરનાર તેમજ રિસેસની પ્રવૃત્તિઓ થકી બાળકોમાં વિચારશક્તિ,તર્કશક્તિ, કલ્પનાશક્તિ, વૈજ્ઞાનિક દષ્ટિકોણ,ભીતરના વિવિધ કૌશલ્યો ખીલવી અને કાગળકામ, ચિત્રકામ, વિજ્ઞાનના પ્રયોગો, વેસ્ટમાંથી બેસ્ટ, જેવી 800 જેટલી પ્રવૃતિઓનું સર્જન કરનાર શિક્ષક વિજયભાઈનું સન્માન કરાયું હતું વધુમાં અનેકવિધ ઈનોવેશન થકી બાળકોમાં મૂલ્યોની સાથે ગુણવત્તામાં પણ સુધારો લાવનાર વિજયભાઈ દલસાણીયાનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર ,બેસ્ટ ટીચર એવોર્ડ અર્પણ કરીને, આ રાષ્ટ્રીય ગ્રુપ મંથન મારફત બહુમાન કરાયું હતું. આ તકે ગુજરાતમાં શૈલેષભાઇ પ્રજાપતિ ટીમવર્ક તરીકે કામ કરી રહ્યાં છે તેનો વિજયભાઈ દલસાણિયાએ દિલથી આભાર વ્યક્ત કર્યો છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!