મોરબીની ઉમા ટાઉનશીપમાં કાર ચાલકે દોઢ વર્ષની બાળકીને કચડી નાખતા બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
કરુણાંતીકાની જાણવા મળતી વિગત અનુસાર મોરબીની ઉમા ટાઉનશીપમાં એન્જલ નામની દોઢ વર્ષની બાળકીને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. કારની ઠોકરે બાળકીને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલ નેપાળી પરિવારના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વ્હાલસોયી બાળકીના મોતના વાવડ મળતાની સાથે તેના માતા-પિતા સહિત પરિવારજનોમાં રોકકડાટ ફેલાયો હતો.બાળકીની અંતિમવિધી બાદ પોલીસ ફરિયાદ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું.










