Monday, November 18, 2024
HomeGujaratમોરબીની 'વિભૂતિ' પહોંચી કોર્ટના શરણે:આજે થશે આગોતરા જામીન અરજીની સુનાવણી:પોલીસે લૂંટ ની...

મોરબીની ‘વિભૂતિ’ પહોંચી કોર્ટના શરણે:આજે થશે આગોતરા જામીન અરજીની સુનાવણી:પોલીસે લૂંટ ની કલમ ઉમેરી

મોરબીમાં અનુસૂચિત સમાજના યુવક નિલેશ દલસાણીયા રાણી બા ઇન્ડસ્ટ્રીઝ ની એક્સપોર્ટ ઓફિસમાં કામ કરતો હતો જ્યાં ૧૫ દિવસના બાકી નીકળતો પગાર લેવા જતા યુવકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ચપ્પલ ચટાડયા હોવાની ફરિયાદ માલિક વિભૂતિ સિતાંપરા ઉર્ફે રાણીબા ,ઓમ પટેલ , રાજ પટેલ,પરીક્ષિત, ડી. ડી.રબારી તેમજ અન્ય ઈસમો મળી કુલ બાર જેટલા લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. અને ફરિયાદ નોંધાયા ને ૩૬ કલાક કરતા વધુ સમય વિતી જવા છતાં હજુ આરોપીઓ પોલીસ પકડ થી દુર છે.જેને લઇને ગઇકાલે મોરબી અનુસૂચિત સમાજ દ્વારા પ્રચંડ આક્રોશ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રદર્શન કરી જિલ્લા કલેકટર ને આ કેસમાં લૂંટ ની કલમ ઉમેરવા અને આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે ઉગ્ર રજુઆત પણ કરવામાં આવી હતી.ત્યાર બાદ પોલીસે આ ગુનામાં લૂંટ ની કલમનો પણ ઉમેરો કર્યો છે.તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે અને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા છે.તેમજ રેન્જ આઈજી,એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત આ કેસની વિગતો મેળવવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે બીજી તરફ પોતાને રાણી ગણાવતી વિભૂતિ પટેલ અને તેના મળતિયાઓએ પોલીસ ધરપકડ થી બચવા માટે કોર્ટના શરણે પહોચ્યા છે અને આગોતરા જામીન માટે અરજી કરી છે જેની મોરબી સેશન્સ એન્ડ ડિસ્ટ્રીકટ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે અને મોરબી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પણ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના મળતીયાઓને ઝડપી પાડવા માટે આરોપીની ઓફીસ ઘર તેમજ અન્ય જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.ત્યારે કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવશે કે આરોપીઓ પોલીસના હાથે ચડશે?તે હવે આગામી સમયમાં જોવું રહ્યું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!