Friday, November 15, 2024
HomeGujaratમોરબીના વાકાનેર સ્થિત એફ્પો સંસ્થા પ્રોજેક્ટ ઓફીસ દ્વારા બિ સી આઈ પ્રોજેક્ટ...

મોરબીના વાકાનેર સ્થિત એફ્પો સંસ્થા પ્રોજેક્ટ ઓફીસ દ્વારા બિ સી આઈ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોના લાભાર્થે વિવિધ યોજનાઓ અને વૈજ્ઞાાનિક માહીતી પુરી પાડી ઓન્લી ઈન્ફોર્મેશન શેર નોટ અ સેલ ના સુત્ર ને સાર્થક કર્યુ

મોરબીના વાકાનેર સ્થિત એફ્પો સંસ્થા પ્રોજેક્ટ ઓફીસ દ્વારા બિ સી આઈ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોના લાભાર્થે વિવિધ યોજનાઓ અને વૈજ્ઞાાનિક માહીતી પુરી પાડી ઓન્લી ઈન્ફોર્મેશન શેર નોટ અ સેલ ના સુત્ર ને સાર્થક કર્યુ છે આ સંસ્થા જીલ્લા ના વાકાનેર અને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાગુતા માટે જગાવી છે જ્યોત

- Advertisement -
- Advertisement -

ગુજરાતમા ૨૦૧૦ થી AFPRO NGO સંસ્થા દ્વારા BCI પ્રોજેક્ટ હેઠળ કપાસ ઉત્પાદન કરતા ખેડૂતો ઉત્તમ રીતે ખેતી થાય અને પાકની ઉચ્ચ ગુણવતા જળવાય તે માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જેમા ધાગંધ્રા. વાકાનેર. ધોરાજી. પ્રોજેક્ટ ઓફીસ શરુ કરી. અલગ અલગ પિ યુ બનાવી વૈજ્ઞાનિક પદ્ધતિ તથા BCI ની ગાઇડલાઇન મુજબ પાક સંરક્ષણ, પાણી વ્યવસ્થા, જમીન સુધારણા, જૈવ વૈવિધતા, યોગ્ય કાર્ય. બાળ મજુરી. મિનિમમ વેતન. સમાન કામ સમાન વેતન. પિ. પી. ઈ. ઉપરાંત કપાસની ઉચ્ચ ગુણવત્તા જળવાય તેવી બાબતો પર ધ્યાન આપવામાં આવે છે.AFPRO સંસ્થા આ પ્રોજેકટ અંતર્ગત ખેડૂતોમાં ખેતી ઉત્તમ રીતે થાય તે માટે જાગૃત કરવાની કામગીરી કરે છે. આ માટે પિ યુ વાઇઝ ૧૦૦ થી વધુ ગુર્પ બનાવી એક ગુર્પ મા ૩૫ થી ૪૦ ખેડુતો રાખવામાં આવે છે જેને ફિલ્ડ ફેસીલેટર દ્વારા તાલિમબધ કરવામાં આવે છે સંસ્થા નો મૂખ્ય હેતુ ખેડૂતોની આજીવિકામાં સુધારો થાય એવો છે. તેમજ પર્યાવરણ પર થતી જોખમી અસરોમાં ઘટાડો કરવો એ હેતુને ધ્યાનમાં લઈને ખેડૂતોને ફિલ્ડ મુલાકાત ડેમો. વાંચન મટીરીયલ અને વર્ષ મા એક ગુર્પ ને ચાર તાલીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

આ ઉપરાંત, ખેડુતો એના ખર્ચનો હિસાબ પોતે યોગ્ય રીતે રાખે એવા હેતુથી FFB એટલે ખેડુત ખાતા બુક નિ:શુલ્ક આપે છે. બાળ મજૂરોને સારા જીવન મળે તે માટે બાળ મજુરી અટકાવવા માટે સંસ્થાના સભ્યો દ્વારા ઘણી જહેમત ઉઠાવવામાં આવે છે. જંતુ નાશક દવાઓ જેવી ધાતક દવાઓ બંધ કરવા કેમ્પેઈન પણ હાથ ધરવામાં આવે છે. તેમજ ખેડૂતોને ડેમો આપી વૈજ્ઞાનિક ખેતીથી થતાં ફાયદા દેખાડવામાં આવે છે.

શાળામા બાળકોને તાલીમ આપવી, મહીલાઓમાં જાગૃતિ લાવવી અને ખેત મજૂરોના જીવનમા સુધારો લાવવામાં આ સંસ્થા અથાગ પ્રયત્નો કરી રહી છે. તેની સાથે ખેડુતોને દવા છંટકાવ કરવા અને ખાતરનો ચોક્કસપણે ઉપયોગ કરવા સાથે પાણીની જરૂરિયાત, કપાસમા આવતા રોગોની ઓળખાણ અને તેનો ઇલાજ પણ ખેડુત પોતે કરે એવા ઉમદા હેતુથી આ સંસ્થા કામ કરી રહી છે તદ્ઉપરાંત વંચિતજુથ ની ઓળખ કરી તેને સરકારી સહાય મેળવવામાં મદદ ધોવાણ વિસ્તારમાં વુક્ષારોપણ પિવા ના પાણી ના સ્ત્રોત ની લેબોરેટરી ટેસ્ટ અને ગુણવત્તા અંગે વાકેફ ઉપરાંત જમીન ગુણવત્તા જાળવવા માટે રીપોર્ટ બાદ તેની સમજ સહિત ના અનેક કાર્યો એન.જી.ઓ.ના એફ એફ દ્વારા કરવામાં આવે છે આ સંસ્થા કોઈપણ પ્રોડક્ટ વેચાણ નહી પરંતુ ઈન્ફોર્મેશન શેર કરે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!