પટેલ સમાજની નામાંકિત સંસ્થા આર. પી. ભાલોડીયા કોલેજ ઉપલેટાના પ્રવેશોત્સવ નિમિત્તે મોરબીના જાણીતા શિક્ષણવિદ કાંજીયા સાહેબનું વ્યાખ્યાન નું આયોજન કરેલ હતું .આર. પી. ભાલોડીયા કોલેજના પ્રિન્સિપાલ ડો.મહેન્દ્રભાઈ કાલાવાડીયાએ ખાસ આમંત્રણ આપી આ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું જેમાં યુવાઓના રોલ મોડલ પ્રેરણા સ્ત્રોત અને જેમને શૂન્ય માંથી સર્જન કરી અત્યાર સુધીમાં 25,000 થી વધુ વિદ્યાર્થીઓને સંતોષકારક શિક્ષણ આપી ચૂક્યા છે અને હાલ 6500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે તેવી મોરબી ની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ કે જેઓ મોરબીમાં અલગ અલગ જગ્યાએ પ્રવચન આપી માર્ગદર્શન આપતા જ હોઈ છે પણ આજે પટેલ સમાજની નામાંકિત સંસ્થા માં પોતાની આગવી શૈલીમાં વ્યાખ્યાન આપી તમામ હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
પોતાના વ્યાખ્યાનમાં કાંજીયા સાહેબે દીકરીઓ ને જણાવ્યું હતું કે યુપીએસસી,જીપીએસસી એરહોસ્ટેસ, ફેશન ડિઝાઇનર થી માંડી IAS/IPS સુધીની સફર કેવી હોય તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. કરિયર લક્ષી માર્ગદર્શનની સાથે સાથે જીવનલક્ષી માર્ગદર્શન પણ આપેલ જેમાં સીતાજી અને દ્રોપદીના યુગથી માંડી આજના આધુનિક યુગમાં સુનિતા વિલીઅમ્સ સુધીની વાતો વણીને રસપ્રદ માહિતી આપી હતીઅને આવનાર સમય માં યુવાઓની સમસ્યા કેવી હશે અને તેમનો સામનો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપેલાં અને સાથે સાથે દીકરીઓને શીખ પણ આપેલ કે વર્તમાન સમયમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને જે દીકરીઓ અપરિપક્વતામાં જે પગલું ભરે છે.
અને જિંદગીભર પસ્તાય છે ત્યારે અત્યારે સમાજમાં દીકરીઓને ફસાવતા લેભાગુ તત્વો સામે લાલબત્તી ધરી હતી અને પોતાની માતા પિતાની આબરૂ સાચવવાની ટકોર કરી હતી તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડો.મહેન્દ્રભાઈ કાલાવડીયા સાહેબના તેઓ વિદ્યાર્થી હતા તે સમય ની ડુમિયાણી બીઆરએસ કોલેજ સાથેની જૂની યાદો તાજી કરી હતી
અને ઉપસ્થિત તમામ દીકરીઓ ને ભવિષ્ય માં ખુબ સફળતા મેળવો તેવી શુભકામના પાઠવી હતી
પોતાનો અમૂલ્ય સમય ફાળવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ દલસાણિયા, પ્રિન્સિપાલ ડો. મહેન્દ્રભાઈ કલાવાડિયા , તમામ પ્રોફેસર અને કોલેજ માં પ્રવેશ લેનાર દીકરીઓ એ કાંજીયા સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો.