પતિના ધંધા માટે માવતર પાસેથી રૂપિયા લઈ આવવા દબાણ, મારકૂટ કર્યાની ફરિયાદ
મોરબીની પરિણીતાને જામનગર રહેતા પતિ સહિતના સાસરીયાઓ પતિના ધંધા માટે રૂપિયા લઇ આવવા બાબતે માનસિક શારીરિક ત્રાસ આપવાની સાથે પતિ દારૂના નશાની હાલતમાં અવારનવાર ઝઘડો કરી મારકૂટ કરતો હોય. સમગ્ર મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં પરિણીતા દ્વારા પતિ સહિતના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીની દીકરી એકતાબેન અતુલભાઈ ભટ્ટ કે જે જામનગર સાસરે હોય તેણે મોરબી મહિલા પોલીસ મથકમાં જામનગરના રામેશ્વર સિવિલ હોસ્પિટલની બાજુમાં રહેતા પતિ જૈનમ રાજેશભાઈ મકવાણા, સાસુ કૈલાશબેન રાજેશભાઈ મકવાણા, ધર્મે મામાજી જયદીપભાઈ હરદાસભાઇ ગાગીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે એકતાબેનને તેનો પતિ તથા સાસુ અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી મારકુટ કરી માવતરના ઘરેથી પતિ જૈનમ માટે ઘંધો કરવા પૈસા લઇ આવવા દબાણ કરી મારપીટ કરતા તેમજ એકતાબેનના ધર્મે મામાજી જયદીપભાઈ ગાગીયા અવાર-નવાર તેના પતિને ખોટી ચડામણી કરતા શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપવાની સાથે પતિ જૈનમભાઈ દારૂ પીવાની આદત ધરાવતો હોય જે અવાર નવાર દારૂ પી ઘરે આવી નશાની હાલતમાં ઝઘડો કરી મારપીટ કરતો હોવાની ફરિયાદ નોંધાવતા હાલ મહિલા પોલીસે અંકિતાબેનની ફરિયાદના આધારે જામનગરના ત્રણ સાસરીયાઓ વિરુદ્ધ દહેજ ધારા તથા મહિલા અત્યાચાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.