મોરબીમાં પિયર ધરાવતી એક પરિણીતાને રાજકોટના સાસરિયાઓએ દુઃખ ત્રાસ આપ્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ કરિયાવર અને સંતાન બાબતે મેણાટોણા મારી ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
મોરબીની વધુ એક પરિણીતા પર સાસરિયાએ સિતમ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે. મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, રાજકોટમાંજંગલેશ્વર તવલ્લક ચોક શેરી નં-૩૦ ઘાંચી પીંજારા જમાતખાનાની સામે રહેતી રઝીયાબેન યાશીનભાઇ બાંભણીયા નામની પરિણીતા પર સાસરિયા સભ્યો પતી યાશીનભાઇ આમદભાઇ બાંભણીયા, સસરા આમદભાઇ ખાનભાઇ બાંભણીયા અને સાસુ મુમતાજબેન આમદભાઇ ખાનભાઇ બાંભણીયા તેમજ નણંદ અફસાનાબેન આમદભાઇ બાંભણીયાએ તેણીના લગ્નગાળા દરમિયાન સંતાન બાબતે તેમજ કરીયાવર બાબતે અવાર નવાર મેણા ટોણા મારી, ઝઘડાઓ કરી, ગાળો આપી, મારકુટ કરી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપ્યો હતો. જેને લઈને તેણીએ પિયરનો સહારો લઇ પ્રથમ અરજી આપી હતી ત્યારબાદ મહિલા પોલીસે ઉપરોક્ત સાસરિયા સભ્યો સામે આઈપીસી કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.