Friday, January 10, 2025
HomeGujaratમોરબીની પરિણીતા ભાઇના ઘરે જવાનુ કહી ગુમ થઈ:પોલીસે શોધખોળ શરૂ કરી

મોરબીની પરિણીતા ભાઇના ઘરે જવાનુ કહી ગુમ થઈ:પોલીસે શોધખોળ શરૂ કરી

મોરબી તાલુકાની ઉચી માંડલ ગામની સીમમા આવેલ ટેસા સેનેટરીના કારખાનેથી એક પરણિતા તેમના ભાઇના ઘરે જવાનુ કહી નીકળી ગયેલ હોય અને હજુ સુધી તેના ભાઈના ઘરે અથવા પોતાના ઘરે પરત ન ફરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ટેસા સેનેટરીના કારખાનામા ઉચી માંડલ ગામની સીમ ખાતે રહેતી મૂળ સુરેન્દ્રનગરની રેખાબેન બાબુભાઇ ગાગીયા ગત તા-૧૦/૧૧/૨૦૨૩ ના ૦૯/૩૦ વાગ્યાની આસપાસ મોરબી તાલુકાની ઉચી માંડલ ગામની સીમમા આવેલ ટેસા સેનેટરીના કારખાને પોતાની રૂમેથી તેમના ભાઇના ઘરે જવાનુ કહી નીકળી ગયેલ હોય અને ઘરેથી નીકળતી વખતે પીળી સાડી પહેરેલ હોય અને તેમની ઉચાઇ આશરે પાંચેક ફૂટ તથા શરીરે મજબુત બાંધાના અને વાને ઘઉંવર્ણના છે અને તેમના હાથની કલાઇ ઉપર ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે તથા જમણા હાથની પહેલી આગળી કપાઇ ગયેલ છે જે મહિલા ગુમ થયા અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!