મોરબીમાં સામાજિક કાર્યો થકી દેશભાવના ઉજાગર કરવા તેમજ દરેક પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે મધર્સ ડે અનોખી પણ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. મધર્સ ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓની માતૃવંદના કરીને સાડીનો સેટ તથા અન્ય તમામ જીવનજરુરી ચીજવસ્તુઓની કીટ ભેટમાં આપીને ઉજવણી કરી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપની માતૃવંદના અને દરેક માતા પ્રત્યેની અનોખી લાગણીઓ જોઈને વૃદ્ધાશ્રમની માતાઓ ભાવુક બની આશીર્વચન પાઠવ્યા હતા….
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોને અલગ રીતે અને સામાજિક જાગૃત કરવાના કાર્યક્રમો થકી અનોખી પહેલ કરવા માટે હંમેશા કટિબદ્ધ છે. ત્યારે આજે મધર ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશષ્ટ ઉજવણી કરીને માતૃવંદના થકી માતૃશક્તિનો ઋણ ચુકવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. માતા પ્રત્ય વાત્સલ્ય દર્શાવાનો અવસર એટલે મધર્સ ડે. મધર્સ ડે નિમિતે મોરબી ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેલી માતાઓને સાડીનો સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરી માતૃવંદના કરી અનેરો આનંદ અને આશિર્વદ મેળવી ધન્યતાની અનુભૂતિ કરી હતી. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે. એ મુજબ મધર ડે એટલે કે માતૄ દિન. જે કોઈ પણ દેશ હોય પુર્વ કે પશ્વિમ દરેક જગ્યાયે માતાનુ સ્થાન ઊંચું અને મહત્વ છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ સાંભળતા જ મનની અંદર એક આદરભાવ અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે છે. દુનિયામા માં ની જગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. અને તે પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એજ એનુ જીવન છે. ત્યારે મધર્સ ડે નિમિતે સેવાકીય પ્રવૃતિ કરી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમની માતાના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.