મોરબીના યુવા ઉધોગપતિ અને સેવાભાવી અજય લોરિયાનું સી.આર. પાટીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અજયભાઈ શહીદોની સહાય માટે હંમેશા ખડે પગે રહે છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં અધ્યક્ષ તરીકે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સરપંચો સાથે સંવાદ કર્યો હતો જેમાં મોરબીના યુવા ઉધોગપતિ અને રાષ્ટ્ર ભક્ત, રામ મંદિરમાં ફાળો આપવા, રામ મંદિર નિર્માણની તમામ કામગીરીમાં તો શહીદ પરિવારોની મદદ કરવા તેમજ લોકડાઉન જેવી પરિસ્થિતિમાં લોકોની સેવા કરનાર અજય લોરિયાનું સી આર પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ પણ અજયભાઈ લોરિયા ને શુભેચ્છાઓ પાઠવી હતી અને અજયભાઈ લોરિયા સામાજિક કાર્યો કરતા રહે તેવી આશા વ્યકત કરાઇ હતી.