મોરબી એલસીબી ટીમે વાંકાનેર થી વર્લી ફિચરનો જુગાર રમતા ચારને રોકડ રકમ રૂપિયા૪૯,૬૫૦/- સાથે પકડી પાડ્યાં
મોરબી એસપી એસ આર ઓડેદરા ની સુચનાથી મોરબી એલસીબી ટીમના ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટિકના નીરવ મકવાણા અને દસરથસિંહ પરમારને વાંકાનેર અરુનોદય નગર નજીક આવેલા કોમ્પ્લેક્ષ પાસે વર્લી ફિચરનો જુગાર રમતા હોવાની માહિતી મળતાં ત્યાં જઈ રેડ કરતા વર્લી ફિચરના આંકડાઓ લઈ કપાત કરતાં આંકડા લખનારા કેસરખાન મહમદખાન પઠાણ રહે વાંકાનેર મિલ પ્લોટ અને રજાબ અબુભાઈ અજાબ રહે.મિલ પ્લોટ વાંકાનેર તેમજ ઉપરોક્ત બન્ને આરોપીઓ પાસેથી આંકડા લેનાર સોયબ આમદભાઈ રવાણા રહે.દિવનપરા વાંકાનેર અને આંકડા આપનાર ગ્રાહક મહેશ જીતુભાઈ અધોલા રહે વાસુકી દાદાના મંદિર પાસે મોરબીવાળાની ધરપકડ કરી હતી જેમાં ચારેય આરોપીઓ પાસેથી વર્લી ફિચરનું જુગારનું સાહિત્ય અને રોકડ રૂપિયા ૪૯,૬૫૦/- તેમજ મોબાઈલ ફોન નંગ ૦૩ કિંમત રૂપિયા ૧૦૫૦૦/- મળી કુલ રૂપિયા ૬૦,૧૫૦/- સાથે ધરપકડ કરી અને ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલ એલસીબી ના ચંદુભાઈ ક્લોતરા, ચંદ્રકાન્ત વામજા,કૌશીક મારવાણીયાં,ફૂલીબેન તરાર,દશરથસિંહ પરમાર અને નીરવ મકવાણા રોકાયેલા હતા જેમાં આ વરલીનો જુગાર કોની રાહબરી હેઠળ અને છેલ્લા કેટલા સમયથી ચાલુ હતો વગેરે તપાસ હાથ ધરાઈ છે