મોરબીમાં આગજનીનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે આજ રોજ મોરબી ફાયર વિભાગ દ્વારા બે સ્થળોએ લાગેલી આગ પાર કાબુ મેળવ્યો હતો. જેમાં એક સ્થળે કારમાં જયારે બીજા સ્થળે ઘાસમાં આગ લાગી હોવાની માહિતી ફાયર વિભાગને મળતા ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી.
પ્રથમ બનાવમાં, આજે બપોરે 12:45 વાગ્યે ફાયર વિભાગનાં 101 ફાયર કંટ્રોલરૂમ પર કોલ કરી એક શખ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીનાં ન્યુ પેલેસમાં ઘાસ અને બાવળ કચરામાં અચાનક આગ લાગી છે. જેની જાણ થતા જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અને આગ વધુ પ્રસરે તે પહેલા જ આગ પર કેબુ મેળવાયો હતો. ત્યારે સદ્નસીબે કોઈ જાનહાની થયેલ નથી.
બીજા બનાવમાં, મોરબી ફાયર વિભાગને આજે બપોરે 01:41 વયે ટેલિફોનિક માહિતી મળી હતી કે, મહેન્દ્રનગર ચોકડી સમર્પણ હોસ્પિટલની સામે એક GJ 03 DV 1851 નંબરની ફોર્ડ કારમાં આગ ભભૂકી છે. જે કારના માલિક વિવેક વી બાવરયા છે. ત્યારે બનાવની જાણ ન્યુ પેલેસથી આગ બુજાવીને જતા ફાયર વિભાગના કાફલાને થતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યું હતું. જો કે, બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.