મોરબીનાં ચકચારી એવા નવલખી પોર્ટમાં ચાલતા ડીઝલ,કોલસો,વિદેશી સિગારેટ સહિતના કૌભાંડ મામલે મોરબી મીરર દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો હતો જો કે આ બાદ પણ સ્થાનિક પોલીસ ઊંઘી રહી હતી અને આ મોરબી એસઓજી ટીમ ને ગઈકાલે બગાસું ખાતા ખાતા પતાસું મળી ગયું હતું અને નાનું એવું કોલસા ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું જો કે સ્થાનિક પીએસઆઈ મુક પ્રેક્ષક ની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
મોરબી મીરર દ્વારા હર હંમેશ નીડરતાથી દરેક સમાચારો લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે મોરબી મીરર હર હંમેશ કૌભાંડોને ખુલ્લા પાડવામાં ગોળ ગોળ વાતો કરવાની જગ્યાએ સીધી અને સચોટ વાત લોકો સમક્ષ મૂકે છે અને જેને લઇને મોરબી મીરર ગમે તે પરિણામ ભોગવવાની તૈયારીમાં રહે છે ત્યારે અગાઉ મોરબી મિરર દ્વારા મોરબી જિલ્લાના સંવેદનશીલ એવા નવલખી બંદર પર ચાલતા વિવિધ પ્રકાર ના કૌભાંડો મામલે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે સમાચારો પર મહોર લાગી છે અને એસઓજી ટીમે કોલસા ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે.જો કે આ સમયે માળીયા પીએસઆઈ એન એમ ગઢવી ની ટીમ મૂકપ્રેક્ષક ની ભૂમિકા માં જોવા મળી હતી દેશી દારૂ થી લઇ તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ માળિયા મી. વિસ્તારમાં ફૂલી ફાલી છે અને પોલીસનો ખોફ પણ આ વિસ્તાર માં ઓસરી રહ્યો છે જે આવનારા સમય માં લાલ બતી સમાન છે.
હાલ પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી મુજબ મોરબી એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ટીમને બાતમી મળી કે જુમાવાડી પાસે આવતા જાહેર રોડની સાઇડમાં એક બોલેરોના કેરીયરમાં પ્લાસ્ટીકની કોથળીમાં કોલસા ભરેલી હાલતમાં એક ઇસમ મળી આવેલ તેમજ બાજુમાં દરીયા તરફના કાઠે કોલસા ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ (બાચકા) નો ઢગલો કરેલ તેમજ આ કોલસાને દરીયામાંથી કાઢવા માટે ઉપયોગમાં લીધેલ એક પીલાણુ બોટ સાથે નાવીક હાજર મળી આવતા તેને પકડી પુછપરછ કરી બીલ માંગતા ગલ્લા તલ્લા કરી સંતોષ કારક જવાબ ન આપતાં કોલસા ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ તથા કોલસો ભરેલ બોલેરો તેમજ કોલસાને દરીયામાંથી બહાર કાઢવા ઉપયોગમાં લીધેલ બોટ સાથે હારુનભાઈ સાયચા અને જાફરભાઈ પરાર નામનાં બે ઇસમોને પકડી ચોરીથી કે છળકપટથી મેળવ્યાનું જણાતા કોલસાની કુલ કોથળીઓ નંગ-૨૬૮ જેનુ વજન ૫૮૪૦ કિલોગ્રામ જેની કુલ કિ.રૂપીયા ૨૩,૩૬૦/- તેમજ બોલેરોની કિંમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- તેમજ પીલાણુ બોટની કિંમત રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂપીયા ૨,૩૮,૩૬૦/- ગણી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ નાની માછલીઓ ને પકડી દર વખતે પોલીસ સંતોષ માની લે છે પણ તપાસ માં મૂળ સુધી જવામાં કોઈને રસ નથી હોતો ત્યારે આ નવલખી પોર્ટ પર એક ચોક્કસ પ્રી પ્લાન ક્રાઈમ ગેંગ એક્ટિવ છે જે પોલીસ થી લઇ તમામ લોકો પર બાજ નજર રાખે છે અને એટલું જ નહિ આ ગેંગ ને જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ જ પોલીસની બાતમી આપી દે છે જેથી આવા ગુનેગારો રંગે હાથ પકડાઈ એ પહેલાં જ ત્યાંથી રફું ચક્કર થઈ જાય છે ત્યારે મોરબી પોલીસમાં અને બ્રાન્ચ માં ફરજ બજાવતા આવા વિભીષણ પોલીસ ડીપાર્ટમેન્ટ ની ઈમેજ ને પણ નુકશાન કારક સાબિત થાય છે આ માટે સ્ટેટ મોનીટરીંગ સેલ ના એસપી નિર્લિપ્ત રાય દ્વારા આવા પોલીસકર્મીઓ ની યાદીઓ તૈયાર કરાઈ હતી અને બૂટલેગરો ને રેડ ની માહિતી આપે તેવા પોલીસ સામે કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવ્યો હતો એવો દાખલો મોરબી માં બેસાડવો જરૂરી છે હાલ એલસીબી એસઓજી સહિતની બ્રાન્ચમાં અમુક પોલીસકર્મીઓ પોતાના ગોરખધંધા જેમ કે કોલસા ચોરી ડીઝલ ચોરી અને ખનીજ ચોરી માં પોતાના સગા વ્હાલાના ટ્રક ચલાવવા માટે નોકરી કરતા હોય એવુ લીસ્ટ છે જે સમગ્ર પોલીસ કર્મીઓ જાણે છે વર્ષોથી એક ને એક જગ્યાએ ફરજ બજાવી પોતાની આગવી છબી ઊભી કરી અને ધાક જમાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેની સામે સામાન્ય પોલીસ કર્મીઓ બોલી નથી શકતા જો અવાજ ઉઠાવવા જાય તો ખોટા બહાના દેખાડી જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવે છે ત્યારે મોરબી પોલીસ બેડામાં બે ગૃપ વચ્ચે પોલીસ જ જાણે પોલીસની દુશ્મન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને જિલ્લા ની ઈમેજ ને નુકશાન કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે હાલ મોરબી પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આવા વિભીષણ ને શોધી યોગ્ય કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.હાલ માળિયા મીયાણાના નવલખી પોર્ટ પાસે થી આ નાનું એવુ કોલસા ચોરી પકડી પડયું છે પણ શું આની પાછળ કોણ છે? આ કોલસો ક્યાંથી આવ્યો હતો? આવી કેટલી બોટો નો ગુનાહિત કૃત્યોમાં ઉપયોગ થાય છે.પોર્ટ ના ક્યા વિસ્તારમાંથી આ કોલસો લાવવામાં આવ્યો હતો? કેટલા સમય થી આ કોભાંડ ચાલુ છે ? આની તપાસ થશે ખરી ?? આ સો મણ નો સવાલ છે તો બીજી વાત એ પણ છે કે જો મોરબી થી 50 કિમી દૂર નવલખી પોર્ટ પર એસઓજી પોલીસ પહોંચી જાય છે તો માળિયા પીએસઆઈ નો ડી સ્ટાફ શું દેશી દારૂ ના ઉઘરાણા કરવામાં વ્યસ્ત છે ??? એ પણ ચર્ચાનો વિષય છે
મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેકટર એમ પી પંડ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એસ અંસારી, કે આર કેસરિયા, એ એસ આઇ રસિકભાઈ કડીવાર, કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, શેખાભાઈ મોરી, પોલીસ કોન્સ્ટેબલ આશિફભાઈ ચાણકીયા, સામતભાઈ છુછીયા તેમજ ડ્રાઇવર અશ્વિનભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.