શૈક્ષણિક પ્રવૃતિની સાથે સાથે અભ્યાસેતર પ્રવૃતિઓ દ્વારા વિધાર્થીઓનું જીવન ઘડતરમાં હર હમેશા અગ્રેસર રેહતી મોરબીની પી. જી. પટેલ કોલેજ ખાતે આજે તા.૨૫/ શનિવારે ફેયરલેશ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું શીર્ષક “ આઇ એમ થી ચીફ ” રાખવામાં આવ્યું હતું.
આ અવસરે ઇંધણ કે અગ્નિનાં ઉપયોગ કર્યા વગર પોષ્ટિક ખાદ્ય પદાર્થો બનાવવાની અનોખી પદ્ધતિઓ વિધાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. સ્પર્ધામાં 50 થી વધુ વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે “ રસોઈ શો “ અને “ રસોઈની મહારાણી ” જેવા પ્રખ્યાત કાર્યક્રમના વિજેતા અને નિર્ણાયક તરીકે સેવા આપતા, ૧૦ થી વધુ વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા કુકિંગ એક્સપોર્ટ ક્રિષ્નાબેન કોટેચા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત સ્પર્ધામાં પ્રથમ ક્રમે છગાણી હેતલ (B.Com Sem-5) દ્વિતીય ક્રમે બગથરીયા ઝોહીના (B.Com Sem-3) અને તૃતીય ક્રમે ઠાકર પલ્લવી (B.Com Sem-3) રહ્યા હતા. તેમજ ગોરી પ્રિયા (BBA Sem-3) તથા કોટેચા જાનવી (BBA Sem-5) એ આશ્વાસન પારિતોષિક મેળવ્યા હતા. તમામ વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સમગ્ર સ્પર્ધાના આયોજન માટે કોલેજના મહિલા પ્રાધ્યાપકોએ જેહમત ઉઠાવી હતી. આ તકે સંસ્થાનાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહીને તમામ વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.