આગામી સમયમાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે પ્રદેશ ભાજપ માંથી આવેલા ત્રણ નિરીક્ષકો ની ઉપસ્થિતિમાં હળવદ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં હળવદ નગરપાલિકા વિસ્તારમાં સાત વોર્ડ આવેલા છે અને આ સાત વોર્ડ માં કુલ 28 બેઠકો આવેલી છે જેના માટે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં પ્રદેશ માંથી નિયુક્ત થયેલ નિરીક્ષકો બ્રીજરાજસિંહ ઝાલા ,નીતિનભાઈ પટેલ અને ડૉ તેજશ્રીબેન પટેલ એ ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓ ની સેન્સ લઈને તેઓની લાગણી સાંભળી હતી.આ પ્રક્રિયામાં કુલ 28 બેઠક માટે 128 જેટલા ફોર્મ ઉપડ્યા હતા જેમાંથી 105 લોકોએ ફોર્મ રજૂ કર્યા હતા.છે જે ફોર્મ લઈને તમામ ને સાંભળવામાં આવ્યા હતા અને હવે બધા ફોર્મ અને પ્રક્રિયાનો નિષ્કર્ષ પ્રદેશ ભાજપ સુધી પહોંચાડવામાં આવશે અને બાદમાં આગામી સમયમાં કોને ટિકિટ આપવી તે અંગે નિર્ણય કરવામાં આવશે.