Thursday, January 9, 2025
HomeGujaratRTO કચરીએ ધક્કો ખાધાં વગર ઘર બેઠા ફેસલેસ સર્વિસનો ૧૭ હજારથી વધુ...

RTO કચરીએ ધક્કો ખાધાં વગર ઘર બેઠા ફેસલેસ સર્વિસનો ૧૭ હજારથી વધુ મોરબીવાસીઓએ લાભ મેળવ્યો

મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે લોકોને ધક્કો ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આધાર કાર્ડથી ઓથોનટીકેશન કર્યા બાદ ફેસલેસ અરજી કરી ઘરે બેઠા આરટીઓ ને લગતી સેવાનો લાભ લઇ શકે છે જેમાં વર્ષ 2024 ના છેલ્લા 8 મહિનામાં વાહનને લગતી સેવાઓમાં 7207 અને ડ્રાયવિંગ લાયસન્સને લગતી સેવાઓમાં 10,772 મળીને કુલ 17979 લોકોએ RTO કચેરીએ આવ્યા વિના ફેસલેસ સેવાનો લાભ લીધો છે….

- Advertisement -
- Advertisement -

મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા લોકોએ ઓથોનટીકેશન કર્યા બાદ ફેસલેસ અરજી કરીને લોકોએ ઘેર બેઠા RTO ની સુવિધાનો લાભ લીધો છે જેની માહિતી આપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા વર્ષ 2019 થી આધાર કાર્ડથી ઓથોનટીકેશન કર્યા બાદ ફેસલેસ અરજી કરવાની હોવાથી લોકોએ ઘેર બેઠા આરટીઓને લગતી સેવાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વાહનને લગતી કામગીરીમાં વાહન માલિકી તબદીલી, લોન ચડાવી કે કેન્સલ કરવી, સરનામું ચેન્જ કરવુ, ડુપ્લિકેટ આર.સી. બુક મેળવવી, ડ્રાયવિંગ લાયસન્સને લગતી કામગીરીમાં લાયસન્સ રીન્યુલ, એડ્રેસ ચેન્જ, ડુપ્લિકેટ લાયસન્સ, નામમાં સુધારો વધારો, નવા કલાસનો ઉમેરો કરવો જેવી સેવાઓ ફેસલેસ તરીકે આપવામાં આવી રહી છે. જે હેઠળ મોરબી આરટીઓ કચેરી ખાતે 2024ના છેલ્લા આઠ મહિનામાં વાહનને લગતી સેવાઓમાં 7207 અને ડ્રાયવિંગ લાયસન્સને લગતી સેવાઓમાં 10,772 મળીને કુલ 17979 લોકોએ કચેરીએ આવ્યા વિના ફેસલેસ સેવાઓનો લાભ મેળવ્યો છે. ત્યારે અન્ય લોકો પણ લાભ લેવા માંગતા હોય તો વેબસાઈટની મુલાકાત લઈ શકે છે તેમ આરટીઓ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!