ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં મોરબીમાં અત્યાર સુધીમાં અઢાર ટકા થી વધુ મતદાન નોંધાયું છે. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મોરબીમાં વીસી હાઈસ્કૂલ ખાતે બે બુથમાં મતદાન યોજાઈ રહ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી અલગ અલગ સંવર્ગ મુજબ ખંડ એક થી નવ માંથી ખંડ ચાર અને ખંડ સાતના ઉમેદવારો બિનહરીફ થતા ઍકથી ત્રણ, પાંચથી છ અને આઠથી નવની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે. મોરબીમાં વીસી હાઈસ્કૂલ ખાતે બે બુથમાં મતદાન કરવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં અઢાર ટકા મતદાન વધુ મતદાન નોંધાયું છે. મોરબી જિલ્લામાં કુલ 1091 મતદારો નોંધાયા છે. કોરોનાની ગાઈડલાઇનના પાલન સાથે અને પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું અંતમાં મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકીએ જણાવ્યું હતું.