ટંકારા ભાગોળે ધ્રુવનગર પાસે મોરબી રાજકોટ હાઇવે પર હેવી ટ્રક ની ઠોકરે ૨૦ થી વધુ જેટલા ઘેટા બકરાના મોત અનેક જીવ ધાયલ થતા પશુ ડોક્ટર ભોરણીયા ધટના સ્થળે પહોંચી સારવાર શરૂ કરી. ટંકારા પોલીસ ધટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કામે લાગી ટ્રક રાજકોટનુ હોવાનું જાણવા મળ્યું
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા થી મોરબી તરફ જતા 12 નાલા પાસે હેવી ટ્રકે આજે સવારે સ્થાનિક માલધારીના ઘેટા બકરા ચારવા માટે રોડ ઉપરથી જઈ રહા હતા ત્યારે ટ્રક ઠોકરે ઘટના સ્થળે 20 થી વધુ ઘેટા બકરાના મુત્યુ થયાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અહિ કાયમ માટે પશુઓ રોડ ઉપર આડા અવળા ક્રોસ કરતા હોવાનું પણ મુસાફરોને ભારે મુશ્કેલી સર્જાતી હોવાનુ લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આ ધટના બાદ પશુ પાલકે પણ રોડ ઉપર સતર્કતા અને સજાગતા દાખવવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપે તે અત્યંત મહત્વનું બની ગયું છે