Thursday, December 26, 2024
HomeGujaratરાજ્યમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવામાં આવશે...

રાજ્યમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવામાં આવશે : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો નિર્ણય

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં માનવબળ વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોર કમિટીમાં સંવેદનાપૂર્ણ નિર્ણય

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ માનવબળ વધુ સુદ્રઢ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર કમિટિના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ૨૦૧૯ જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરાશે.

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુશ્રૃષા સહિત અન્ય આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દર્દીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે. આ કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો પંકજકુમાર, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!