હળવદ નગરપાલિકા સામે ૭૦ થી વધુ સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ અને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કામદારોના પ્રશ્નનો અંત ન આવતા કામદારોએ આકરા પાણીએ થઈ વિરોધનું રણશીંગુ ફુક્યું છે. હળવદ વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો નગરપાલિકા સામે હડતાળના માર્ગે વલયા છે.૨૦૨૧માં રોસ્ટર મુજબ સફાઈ કામદાર તરીકે ભરતી થયેલ સુવૅણ સમાજના કમૅચારીઓના વિરોધ દર્શાવતા પોસ્ટર શહેરમાં લગાડ્યા હતા જે રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ શખ્સો ઉતારી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આ તકે કર્મચારીઓએ અસ્પૃ્યતાના ધોરણોને ધ્યાનમાં રાખી કામ લેવામાં આવે તેવી માંગ કરી છે. ઉપરાંત વર્ષ ૨૦૦૧માં રોસ્ટર મુજબ કાયમી સફાઈ કામદારોની ભરતી થયેલ હોય તે સફાઈ કામદારોને વાલમીકી સફાઈ કામદાર સાથે સફાઈ કામ પર લાવવાની પણ માંગ ઉઠવાઈ છે. આ રજૂઆતને લઈ આજે ૫ મે થી કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ પર ઉતરતા છે અને જરૂર જણાયે ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.