Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિવાર ઉપર ત્રણ ગાડીમાં આવેલા આઠથી વધારે શખ્સોએ...

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિવાર ઉપર ત્રણ ગાડીમાં આવેલા આઠથી વધારે શખ્સોએ હુમલો કર્યો

મોરબીના રફાળેશ્વર ગામે સભ્ય સમાજને શર્મશાર કરતો બનાવ બનવા પામ્યો છે જેમાં રફાળેશ્વર ગામના આંબેડકરનગરમાં રહેતા પરિવારે પોતાની કાર રફાળેશ્વરના જમાઈ થતા શખ્સને વચ્ચે રાખી રાજકોટ શહેરમાં વીમા હેઠળ રીપેરીંગમાં મૂકી હોય ત્યારે વીમા કંપની દ્વારા કાર રિપેરીંગના રૂપિયા ઓછા આવવાનું વચ્ચે રહેલ શખ્સને જણાવતા જે બાબતની બોલાચાલીનો ખાર રાખી રફાળેશ્વર ગામમાં રહેતા આઠથી વધારે શખ્સો મોડી રાત્રીના ત્રણ અલગ અલગ ગાડીમાં છરી, ધારીયા, ધોકા તથા પિસ્તોલ જેવા જીવલેણ હથિયાર ધારણ કરી પરિવારના મહિલા સહિતના સભ્યો ઉપર હુમલો કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મૂળ સુ.નગર જિલ્લાના રામપરડા ગામના વતની હાલ રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા મીનાબેન ગીરધરભાઇ ખીમજીભાઇ વાઘેલા ઉવ.૪૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ફરીયાદીના દીકરા પારસ ઉર્ફે સુલતાનની ક્રેટા કાર અગાઉ ઝગડો થતા નુકશાન થયેલ હોય જે કારને વીમામાં રીપેરીંગ કરવા માટે આરોપી સંજયભાઈ ગઢવીના બનેવી સાણંદભાઇને આપેલ હોય જે કાર રીપેર થઇ જતા વીમા કંપની તરફથી રૂપીયા ઓછા મળ્યા હતા તે બાબતે સાણંદભાઇ સાથે વાત કરી થોડી બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખી ગત તા. ૨૪/૦૭ના રાત્રીના અઢી વાગ્યા આડપાસ આરોપી સંજયભાઈ તથા તેની સાથેના ઉપરોક્ત આરોપીઓ મીનાબેનના ઘર પાસે પોતાની લાલ કલરની ગાડી તથા અન્ય બે ગાડી સહિત ત્રણ ગાડીઓમાં પીસ્તોલ, ધારીયા, ધોકા જેવા હથીયાર લઇ આવી મીનાબેન સાથે ઝપાઝપી, છેડતી કરી ઢીચણ પાસે છરી મારી તથા ડાબા હાથાના બાવળે સામાન્ય ઇજા કરી હતી. તથા ઘરે આવેલ મહેમાન મનહરભાઇને વાંસાના ભાગે તથા ડાબા હાથના બાવળે છરી મારી ઇજા કરી તથા મીનાબેનના પતિ ગીરધરભાઇને આરોપી સંજયભાઈએ રીવોલ્વર જેવુ હથીયાર બતાવી જાતીપ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી માથે ચડાવાનો પ્રયત્ન કરતા મીનાબેનની દીકરી તેમને બચાવવા વચ્ચે પડતા તેને માથામાં મુંઢ ઇજા કરી હતી. વધુમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ મીનાબેનના એકટીવા રજી. નં.જીજે-૩૬-એઇ-૧૬૯૯ને નુકશાન કરી તમામ આરોપીઓ ચાલ્યા ગયા હતા. ત્યારે ભોગ બનનાર લારીવારના સભ્યોએ ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી જ્યાંથી આરોપી (૧)સંજયભાઇ ગઢવી (૨)ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઇ સુમેસરા (૩)રાજેશ કિશોરભાઇ સુમેસરા (૪)ભુરો કિશોરભાઇ સુમેસરા (૫)અજય જગદીશભાઇ ચૌહાણ (૬)પીન્ટુ પરમાર (૭)દીપો ગઢવી (૮)અજાણ્યા માણસ બધા રહે.રફાળેશ્વર તા.જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી, છેડતી, આર્મ્સએક્ટ તથા જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!