મોરબી જિલ્લામાં અક્સ્માતોનાં બનાવોમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, તેવામાં ગત તા.૦૪/૧૨/૨૦૨૨ના રોજ માળીયા મીં.નાં માણાબા ગામાના પાટીયા પાસે એક રીક્ષાએ પલ્ટી મારી હતી. જેના કારણે તેમાં સવાર મુસાફરો તેમજ રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં.નાં જાજાસર ખાતે રહેતા સમજુબેન ગંગારામભાઇ શીશણોદા નામની વૃદ્ધા ગત તા.૦૪/૧૨/૨૦૨૨ ના રોજ માણાબા ગામાના પાટીયા પાસે ઘાટીલા પાસેથી GJ-13-V-5524 નંબરની રીક્ષામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન રીક્ષા ચાલકે રીક્ષા પુરપાટ ઝડપે ચલાવી રીક્ષા પરથી કાબુ ગુમાવતા રિક્ષાએ પલ્ટી મારી હતી. જેના કારણે પાછળ રીક્ષાના ઠાઠા બેઠેલ વૃદ્ધાને માથાના ભાગે તથા જમણા ખંભાની કાઠલીના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ સાથી મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારે વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે જકોટ હોસ્પીટલમા બેભાન હાલતમા ખસેડવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે રીક્ષા ચાલક વિરુદ્ધ માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.