હાલ ગુજરાતમાં ચૂંટણી વિના રાજકીય માહોલ ગરમાયો છે. મોરબીમાં જનતા પ્રાથમિક પ્રશ્નોને લઇને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જનું રાજકારણ શરૂ થયું છે. ત્યારે હવે આ મામલે હવે વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ હવે રાજીનામું દેવા તૈયારી દર્શાવી છે.
કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની લડાઇમાં વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ હવે રાજીનામું દેવા તૈયારી દર્શાવી છે. અને ગોપાલ ઇટાલિયાએ જે સ્ટાઇલમાં બેસી વિડિઓ બનાવ્યો હતો. એ જ પ્રકારે બેસી ધારાસભ્ય જીતુ સોમાણીએ ચેલેન્જ સ્વીકારી કહ્યું છે કે, બરોબરીના ખેલ થશે, જોકે ગોપાલભાઈ શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે વકીલ છે અને સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય અમે તેની ચેલેન્જ સ્વીકારી છીએ. જીતુ સોમાણીએ ગોપાલ ઇટાલિયાને કુતરું ગણાવી કહ્યું – ભસવાથી હાથીને કાઈ ફરક નથી પડતો, સોમવારે કાંતિલાલ પણ રાજીનામું આપશે ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપે. પછી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જીતી જાય તો હું પણ વાંકાનેર ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીશ. અમારા કોઈ મંત્રી, પ્રદેશ કક્ષાના નેતાઓ પ્રચારમાં નહીં આવે તમારે રાષ્ટ્રીય નેતાઓને બોલાવી લેજો. અમે મોરબી જિલ્લાના કાર્યકરો સક્ષમ છીએ. મોરેમોરો કરવા માટે હિંમત ગળથૂથીમાં આવે. ત્યારે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ચેલેન્જ સ્વીકારી ગોપાલ ઇટાલિયાને મોરબી આવવ આમંત્રણ આપ્યું છે.