મોરબી જિલ્લામાં છેલ્લા પાંચથી છ દિવસથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે. જેને કારણે ઉપરવાસમાં સારો વરસાદ વરસતા મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે આવેલ ડેમી-૧ ડેમમાં નવા નીરની આવક થઇ છે.
સેક્શન અધિકારી આર.આર.સોરીયા દ્વારા જણાવ્યા અનુસાર, મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે આવેલ ડેમી-૧ ડેમની ઉપરવાસમાં સારો વરસાદ વરસતા ડેમમાં પાણીનાં મોટા જથ્થાની આવક થઇ છે. અને હજુ પણ પાણીની આવક ચાલુ છે. જેને પગલે હાલ ડેમ તેની સંગ્રહ શક્તિના 80% ડેમ ભરાય ગયો છે. અને હજુ પણ આવક ચાલુ રહેતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમની હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાના મિતાણા, હરિપર, ભુતકોટડા, હરબટીયાળી, ટંકારા, ધ્રુવનગર અને રાજાવડ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.