મોરબીના શનાળા ગામ નજીક સીએનજી પંપ નજીક રહેતા મજુર પરિવારની દીકરીને રાજકોટ સાસરેથી મોરબી લઇ આવતા જે બાબતનો ખાર રાખી રાજકોટ રહેતા જમાઈ તથા તેનો ભાઈ અને મિત્ર સહીત ત્રણ શખ્સો દ્વારા સાસુને લોખંડના પાઇપ તથા ઢીકાપાટુનો માર મારવામાં આવતા તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત સાસુ દ્વારા ત્રણેય શખ્સો વિરુદ્ધ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ સાવરકુંડલા તાલુકાના અથાણી રોડના વતની હાલ મોરબી-રાજકોટ હાઇવે શનાળા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ નજીક રહેતા મંગુબેન કાળુભાઇ મોતાભાઈ વાઘેલાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સાગરભાઈ બહાદુરભાઈ માથાહુડીયા, નાગજીભાઈ બહાદુરભાઈ માથાહુડીયા તથા વિજય કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે મંગુબેન તેની દીકરીને રાજકોટ સાસરેથી મોરબી તેડી લાવતા મંગુબેનના જમાઈ આરોપી સાગરભાઈને સારું નહિ લાગતા આરોપી સાગરભાઈ તથા તેનો ભાઈ તેમજ તેનો મિત્ર એમ ત્રણેય આરોપીઓ મોરબી મંગુબેનના ઘરે આવી તેમની સાથે બોલાચાલી કરી બેફામ ગાળો આપવા લાગ્યા હતા તેથી ગાળો આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈને મંગુબેનને લોખંડનો પાઇપ વાસામાં તથા માથાના ભાગે માર્યો હતો તેમજ આરોપી નાગજીભાઈ અને વિજય કોળીએ મંગુબેનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે દેકારો થતા આજુબાજુથી લોકો એકત્ર થઇ જતા ત્રણેય આરોપી ચાલ્યા ગયા હતા. ત્યારે મંગુબેનને માથાના ભાગે ઇજાને કારણે ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લઇ જતા તેને માથામાં પાંચ ટાકા આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે મંગુબેન દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલવી છે.