મોરબી મહાસંઘના કાર્યકર્તાઓ દ્વારા બીએલઓની વળતર રજા અને વસ્તી ગણતરી ફરજ માંથી મુક્ત રાખવા રજુઆત
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણા અંતર્ગત દિવાળી વેકેશનમાં અને શૈક્ષણિક કાર્યના દિવસો દરમિયાન રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં SIR ની કામગીરીમાં રોકાયેલા બીએલઓ સહાયક બીએલઓ વગેરેને સરકારના ધારા ધોરણ અને નિયમ મુજબ રજાના દિવસોમાં કરેલ કામગીરીની વળતર રજા મળતી હોય છે જે રજા કર્મચારીઓ પોતાની જરૂરિયાત મુજબ વાપરી શકતા હોય છે તો આ વળતર રજા સત્વરે મંજુર કરવા બાબત તેમજ બીએલઓની ગત વખતની કામગીરીની પ્રાપ્ત રજા મળેલ છે એ રજા હાલની SIR ની કામગીરીને કારણે રજા ભોગવી શકેલ ન હોય એ રજા આગળના શૈક્ષણિક વર્ષમાં કેરી ફોરવર્ડ કરવા બાબતે પ્રાંત અધિકારીને મળી રજુઆત કરવા ઉપરાંત આગામી દિવસોમાં વસ્તી ગણતરી શરૂ થવાની હોય વસ્તી ગણતરીની કામગીરીમાંથી બીએલઓને બાકાત રાખવા અને તમામ કર્મચારીઓને સપ્રમાણમાં કામગીરી સોંપવા માટે તાલુકા મામલતદાર,સીટી મામલતદાર તેમજ મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરેલ છે.









