Tuesday, October 1, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામ નજીક મોટર સાયકલ સ્લીપ થઈ ડીવાઈડર સાથે અથડાતા ચાલકનું...

મોરબીના રફાળેશ્વર ગામ નજીક મોટર સાયકલ સ્લીપ થઈ ડીવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત નિપજ્યું

મોરબીના રફાળેશ્વર ગામ નજીક વાંકાનેર મોરબી હાઇવે ઉપર પુર ઝડપે મોટર સાયકલ ચલાવી નીકળેલ યુવકનું અકસ્માતે મોટર સાયકલ સ્લીપ થઈ ડીવાઈડર સાથે ભટકાઈ જતા વાંકાનેરના યુવાન મોટર સાયકલના ચાલકનું માથામાં થયેલ ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માતમાં મોત અંગે મૃતકના ભાઇ દ્વારા ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે મૃતક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.૧૬/૦૬ ના રોજ રાત્રીના મોટર સાયકલ હોન્ડા કંપનીનું ટ્વીસ્ટર રજી. જીજે-૦૩-ડીએલ-૬૩૯૪ લઇને નીકળેલ વાંકાનેરના કુંભારપરા શેરી નં ૧માં રહેતા અસલમભાઇ હારૂનભાઇ તરીયા ઉવ.૨૩ રફાળેશ્વર ગામ નજીક દરિયાલાલ હોટેલની આગળ મોજીલા સિરામીક પાસે પહોંચતા પૂરપાટ ગતિએ ચાલતું મોટરસાયકલ સ્લીપ થઇ ધડાકાભેર રોડ વચ્ચે આવેલ ડીવાઈડર સાથે અથડાયું હતું જેમાં અસલમભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા અસલમભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માતમાં મોતને ભેટેલા મૃતક અસલમભાઈના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!