Tuesday, December 24, 2024
HomeGujaratવાંકાનેરના જોધપર ગામ નજીક મોટર સાઇકલ આડે કૂતરું આવી જ્યાં દંપતી ખંડિત:...

વાંકાનેરના જોધપર ગામ નજીક મોટર સાઇકલ આડે કૂતરું આવી જ્યાં દંપતી ખંડિત: પત્નીનું મોત, પતિ ઈજાગ્રસ્ત

વાંકાનેરના જોધપર ગામની સીમમાં પતિ-પત્નીને અકસ્માત નડ્યો હતો. જેમાં પતિએ પોતાની મોટરસાઇકલ પુરપાટ ઝડપે ચલાવી કુતરા સાથે અથડાવી દેતા દંપતી ધડાકાભેર નીચે પટકાયું હતું. જેમાં પત્નીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જયારે પતિ ગંભીર રીતે ઘવાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના જોધપર પછવાડે રહેતા માહમદહુશેન અમીભાઇ શેરસીયા પોતાની પત્ની ગુલશનબેન સાથે જોધપર ગામની સીમમાં વાંકાનેર-બાઉન્દ્રી નેશનલ હાઇવે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હોય ત્યારે તેણે પોતાની GJ.36.AG.3276 નંબરની ઇલેકટ્રીક એજર ૪૫૦ મોટરસાઇકલ પુરપાટ ઝડપે ચલાવી રોડ ઉપર કુતરા સાથે ભટકાડી દેતા મોટરસાઇકલ સાથે દંપતી નીચે પટકાયું હતું. જેના કારણે મોટરસાઇકલમાં પાછળ બેસેલ ગુલશનબેનને માથાના ભાગે ભંગીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે માહમદહુશેનને પગના ભાગે ફેકચર જેવી ઇજાઓ પહોંચતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!