ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક સ્વીફ્ટ કારે મોટર સાયકલને પાછળથી ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે અકસ્માતના બનાવમાં મોટર સાયકલ ચાલક પ્રૌઢને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ટંકારા તાલુકાના પ્રભુનગર(મિતાણા)ગામના વતની હાલ રાજકોટના એસરપીએફ કેમ્પ ૪૦ ઘંટેશ્વરમાં રહેતા રમેશભાઇ ગોપાલભાઇ ગજેરા ઉવ.૩૭ એ ટંકારા પોલીસ મથકમાં સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૦૩-ઈસી-૬૫૧૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૫/૧૦ ના રોજ બપોરના અરસામાં રમેશભાઈના પિતાજી ગોપાલભાઈ પોતાનું ટીવીએસ એક્સએલ-૧૦૦ રજી.નં. જીજે-૩૬-એબી-૩૩૧૮ લઈને રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર જતા હોય ત્યારે મિતાણા ગામ નજીક આવેલ દિવ્યશક્તિધામ સામે સ્વીફ્ટ કારણ ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આવી ગોપાલભાઈને બાઇકને પાછળથી ઠોકર મારતા ગોપાલભાઈને બાઇક સહિત રોડ ઉપર પડી ગયા હતા જેથી તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચતા ગોપાલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે મૃતકના પુત્રની ફરિયાદના આધારે ટંકારા પોલીસે સ્વીફ્ટ કાર ચાલક આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.