Sunday, March 9, 2025
HomeGujaratમોરબીના મકનસર ગામે ટ્રક ટ્રેઇલર હડફેટે મોટર સાયકલ ચાલક ઘાયલ

મોરબીના મકનસર ગામે ટ્રક ટ્રેઇલર હડફેટે મોટર સાયકલ ચાલક ઘાયલ

મોરબીમાં માર્ગ અકસ્માતના બનાવની મળતી વિગતો અનુસાર, મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગરમાં રહેતા વસંતભાઈ વનમાળીભાઈ સરસાવાડીયા ઉવ.૫૫ ગઈ તા.૦૭/૦૩ના રોજ મકનસર ગામ નજીક આવેલ આઇકોન સીરામીકમાં પોતાની નોકરી પૂર્ણ કરી હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એન-૯૮૩૮ લઈને પોતાના ઘરે આવવા નીકળ્યા હોય ત્યારે મકનસર ગામે ધર્મકાંટા પાસે પહોચતા તેમની પાછળ ટ્રક-ટ્રેઇલરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી આગળ જતાં વસંતભાઈના મોટર સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલક વસંતભાઈને પગની ઘૂંટીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી ટ્રક-ટ્રેઇલર ચાલક પોતાનું વાહન અકસ્માત સ્થળે રેઢું મૂકીને નાસી ગયો હતો. ત્યારે અકસ્માતના બનાવમાં ઘાયલ વસંતભાઈએ મોરબી ખાનગી હોસ્પિટલના બિછાનેથી તાલુકા પોલીસ સમક્ષ આરોપી ટ્રક-ટ્રેઇલરમાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!