Friday, December 27, 2024
HomeGujaratમોરબીના ભરતનગર ગામ નજીક કાર હડફેટે મોટર સાયકલ ચાલક યુવકનું મૃત્યુ

મોરબીના ભરતનગર ગામ નજીક કાર હડફેટે મોટર સાયકલ ચાલક યુવકનું મૃત્યુ

મોરબીના માળીયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ નજીક એક્સયુવી કારે રોડ ક્રોસ કરી રહેલ મોટર સાયકલને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેમાં મોટર સાયકલ સહિત ચાલક રોડ ઉપર પટકાયા હતા, જેથી મોટર સાયકલ યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ અકસ્માતના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના ભરતનગર ગામ નજીક કેશવ પ્લાઝા સામે રોડ ઉપર કાર અને મોટર સાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં મોટર સાયકલ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં શક્તિનગર(રવાપર નદી) ગામના મહેશભાઈ બચુભાઇ ઘાટેલીયા ઉવ.૨૬ પોતાનું સીડી ડિલક્સ રજી.નં. જીજે-૦૩-સીએમ-૪૩૪૦ વાળું મોટર સાયકલ લઈને ઉપરોક્ત સ્થળે રોડની કટથી રોડ ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન માળીયા(મી) સાઈડથી મોરબી તરફ આવતી ફૂલ મહિન્દ્રા કંપનીની એક્સયુવી-૩૦૦ કાર રજી.નં. જીજે-૩૬-એજે-૯૦૧૧ ના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવી આવી મોટર સાયકલ ઉપર રોડ ક્રોસ કરી રહેલ મહેશભાઈને બાઇક સહિત હડફેટે લેતા મહેશભાઈ રોડ ઉપર પટકાતા તેઓને માથાના અંદરના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે મહેશભાઈનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, સમગ્ર અકસ્માતની ઘટના અંગે મૃતક યુવકના કુટુંબી ભાઈ યોગેશભાઈ રમેશભાઈ ઘાટેલીયા દ્વારા કાર ચાલક આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!