Wednesday, December 25, 2024
HomeGujaratમાળીયા(મી)ના વાધરવા ગામ નજીક ક્રેટા કાર હડફેટે મોટર સાયકલ ચાલક યુવકનું મૃત્યુ

માળીયા(મી)ના વાધરવા ગામ નજીક ક્રેટા કાર હડફેટે મોટર સાયકલ ચાલક યુવકનું મૃત્યુ

માળીયા(મી) થી હળવદ જતા રોડ ઉપર મોટર સાયકલ લઈને જઈ રહેલા કુંતાસીના રહેવાસી યુવક રોડ ક્રોસ કરતો હોય ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી ક્રેટા કારે મોટર સાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં મોટર સાયકલ ચાલક યુવને માથામાં ગંભીર ઇજો પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના નાનાભાઈની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે ક્રેટા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના કુંતાસી ગામે રહેતા સુરેશભાઇ લખમણભાઇ ભંગેરીયા ઉવ-૨૨ એ માળીયા(મી) પોલીસ મથકમાં ક્રેટા કાર રજી.નં. જીજે-૧૮-ઈએ-૪૭૧૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૧૨/૧૧ ના રોજ બપોરના અરસામાં સુરેશભાઈને મોટાભાઈ પોતાનું મોટર સાયકલ રજી નં. જીજે-૧૩-એમએમ-૭૧૮૨ વાળુ લઈ માળીયા હળવદ હાઈવે ઉપર રોડ ક્રોસ કરવા જતા હોય તે દરમિયાન ક્રેટા કાર રજી નં જીજે-૧૮-ઈએ-૪૭૧૧ વાળીના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીદગી જોખમાય તે રીતે ચલાવી પાછળથી આવી ફરીયાદીના મોટાભાઈને હડફેટે લેતા તેઓને શરીરે સામાન્ય ઈજા તથા માથાના પાછળના ભાગે તથા ડાબા પગમા ગંભીર ઇજા પહોચાડતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જે મુજબની ફરિયાદને આધારે પોલીસે અકસ્માત સર્જનાર ક્રેટા કાર ચાલક આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!