મોરબીનાં લાતી પ્લોટ જૈન એન્ટર પ્રાઈઝ કારખાનામાં ગઈકાલે ત્રીજા માળે રવેશમાં કલર કામ કરતી વખતે યુવક અકસ્માતે રવેશથી થોડે દુર આવેલ ૧૧ કે.વી. ઇલેકટ્રીક લાઇનને અડી જતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, માળીયા(મીં)નાં નાની બરાર ગામે રહેતા નિલેષભાઈ બચુભાઈ ચાવડા ગઈકાલે મોરબી લાતી પ્લોટ શેરી નં.૧ માં આવેલ જૈન એન્ટર પ્રાઈઝ નામના કારખાનામાં ત્રીજા માળે રવેશમાં કલર કામ કરતી વખતે અકસ્માતે રવેશથી થોડે દુર આવેલ ૧૧ કે.વી. ઇલેકટ્રીક લાઇનને અડી જતા ઈલેકટ્રીક શોર્ટ લાગતા તેને તાત્કાલિક ૧૦૮ એબ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.