Thursday, January 8, 2026
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બોલેરોની ઠોકરે એમપીના ખેત-શ્રમિકનું સારવારમાં મોત

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બોલેરોની ઠોકરે એમપીના ખેત-શ્રમિકનું સારવારમાં મોત

મોરબી-૨: મહેન્દ્રનગર ચોકડી ખાતે સાંજના અરસામાં નાસ્તો કરીને રોડ ક્રોસ કરી રહેલ ખેત શ્રમિક આધેડને પુરપાટ આવતી બોલરોએ ઠોકરે ચડાવતા, આધેડ ફેંકાઈને રોડ ઉપર પટકાયા હતા, ત્યારે ત્યાં હાજર તેમની પત્ની અને સાળાએ પ્રથમ મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલમાં લાવતા, જ્યાં ત્રણ દિવસની ટૂંકી સારવારમાં ખેત-શ્રમિકે દમ તોડ્યો હતો. સમગ્ર અકસ્માત અંગે મૃતકની પત્નીની ફરિયાદને આધારે મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના કર્ચટ પૂજારીયા ફળિયા પો.સ્ટ.નરવાલીના વતની હાલ માળીયા(મી) તાલુકાના વેજલપર ગામે વાડીએ રહેતા બિલામસિંહ નંદાભાઈ બામનીયા ઉવ.૪૫ વાળા ગત તા.૦૩ જાન્યુઆરીના રોજ સાંજે વતનમાં જવા પત્ની અને સાળા સાથે મોરબી મહેન્દ્રનગર ચોકડી ખાતે આવ્યા હતા, ત્યારે નાસ્તો કરવા મહેન્દ્રનગર ચોકડી નજીક ગયા હતા, જ્યાંથી રોડ ઓળંગી પરત આવતા હોય ત્યારે એક સફેદ કલરની બોલેરો રજી.નં. જીજે-૦૩-બીઝેડ-૭૯૩૬ના ચાલકે પોતાની ગાડી ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી ચલાવી આવી બિલામસિંહને ઠોકર મારી હવામાં ફંગોળ્યા હતા. આ અકસ્માતમાં બિલામસિંહને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેમને બેભાન હાલતમાં ૧૦૮ મારફત પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી ત્રણ દિવસની સારવાર કારગત ન નિવડતા ગઈકાલ તા.૦૬/૦૧ ના રોજ બિલામસિંહનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હાલ મૃતકના પત્ની સુમાબેન બિલામસિંહ બામનીયાની ફરિયાદને આધારે મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!