Friday, January 10, 2025
HomeGujaratસાંસદ કેસરીદેવસિંહએ વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે વડાપ્રધાન મોદીનાં જન્મદિનની ઉજવણી કરી: શાંતિ...

સાંસદ કેસરીદેવસિંહએ વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે વડાપ્રધાન મોદીનાં જન્મદિનની ઉજવણી કરી: શાંતિ યજ્ઞ યોજાયો

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩માં જન્મદિવસની દેશભરમાં હરખભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ PM મોદીના જન્મદિવસ અંતર્ગત અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહએ વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞમાં રાજયસભાના સંસદમાં કેસરીદેવસિંહ ઝાલા તેમજ ઉપસ્થિત સૌ કોઈ આગેવાનો દ્વારા પ્રધાનમંત્રીના નિરામય દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી તથા અહીંની સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂડ પેકેટનું વિતરણ કરીને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને મોદી સરકાર દ્વારા મળેલા લાભો બદલ પ્રધાનમંત્રી પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!