ગઇકાલે મોરબી પત્રકાર એસોસિયેશન દ્વારા મોરબીના લાંબા અંતરની ટ્રેનો મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને સાંસદ મોહનભાઈ કૂંડારિયા દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ને પત્ર લખી મોરબી સુધીની ટ્રેનોની જોગવાઈ અંગે વિગતવાર રજૂઆત અને વાકાનેર ખાતે ટ્રેનોના સ્ટોપેજની માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર, લોકસભા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને લખેલ પત્રમાં જણાવાયું છે કે મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા મોરબી સુધીની ટ્રેનોની જોગવાઈ અંગે વિગતવાર વિનંતીઓ રજૂ કરી છે અને વાકાનેર ખાતે ટ્રેનોના સ્ટોપેજની હિમાયત પણ કરી છે. જે મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ નોંધપાત્ર છે. અને તેમને સંબોધિત કરવાથી નિઃશંકપણે આ પ્રદેશમાં પરિવહન માળખાના સારું પરિણામ મળશે તેમજ આ બાબતે આપના હસ્તક્ષેપથી મોરબી અને વાકાનેરના રહેવાસીઓ અને મુસાફરોને ઘણો ફાયદો થશે તેવો ઉલ્લેખ કરી વિચારણા બાદ મોરબી સુધી ટ્રેનોની જોગવાઇ અને વાંકાનેર ખાતે સ્ટોપ આપવા માંગ કરી છે.