Saturday, January 11, 2025
HomeGujaratસિરામીક ઉદ્યોગકારોના વિન્ડમીલ તેમજ સોલાર પ્રોજેક્ટ માટે એનઓસી ઈશ્યુ કરાવતા સાંસદ મોહનભાઈ...

સિરામીક ઉદ્યોગકારોના વિન્ડમીલ તેમજ સોલાર પ્રોજેક્ટ માટે એનઓસી ઈશ્યુ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારીયા

ચાઈનાની ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ હરીફાઈમાં ટકી રહેવા માટે મોરબી સીરીમીક ઉદ્યોગના ઉદ્યોગકારો દ્વારા અમરેલી જીલ્લામા વિંગમીલ સ્થાપવા માટે તેમજ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ફોરેસ્ટ ડીપાટઁમેન્ટને એનઓસી માટે રજૂઆત કરી હતી. પરંતુ તેમને ત્રણ મહિનાથી NOC ન મળતા ઉદ્યોગકારો સાંસદ મોહનભાઇ પાસે ગયા અને તેઓએ ગણતરીના સમયમાં એનઓસી અપાવી દેતા સીરીમીક ઉદ્યોગના ઉદ્યોગકારોએ તેમનો આભાર માન્યો હતો.

- Advertisement -
- Advertisement -

સીરીમીક ઉદ્યોગમા પીજીવીસીએલનો પાવર વપરાશ મોટા પ્રમાણમા થતો હોય છે. જેની સામે ભારતના ડાયરેક્ટ હરીફો ચાઈના ઈન્ડસ્ટ્રીઝને તેમની સરકાર દ્વારા સપ્લાય થતો પાવરનો દર ભારત કરતા નીચો હોવાથી ચાઈના સામે હરિફાઈની દુનીયામા ટકી રહેવા માટે સીરીમીક ઉઘોઁગકારો તેમની પ્રોડક્શન કોસ્ટને નીચી લાવીને ચાઈના સામે વિશ્ર્વના માકેઁટમા ટકી રહેવા તમામ પ્રયત્નો કરતી હોય છે. જેમા પાવર કોસ્ટ નીચી લાવવા માટે વિંગમીલ અને સોલાર પ્રોજેક્ટ પણ સીરામીક ઉઘોઁગકારો દ્વારા સ્થાપવામા આવતા હોય છે. જે પૈકી મોરબી સીરામીકની તેમજ અન્ય કંપનીઓએ અમરેલી જીલ્લામા વિંગમીલ સ્થાપવા માટે તેમજ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ કરીને તેમના પ્રોજેક્ટમા આગળ વઘેલ પરંતુ તે માટે ફોરેસ્ટ ડીપાટઁમેન્ટનુ NOC લેવાનુ રહેતુ હોય છે. જે બે ત્રણ મહિનાથી NOC આપતા ના હોવાથી મોરબી સીરામીક એસોસીએસન દ્વારા સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરતા તેઓએ ત્વરિત ફોરેસ્ટ ડીપાટઁમેન્ટમા ફોન કરીને NOC બાબતે સ્પષ્ટ સુચના આપતા તુરંત જ ફોરેસ્ટ ડીપાટઁમેન્ટ દ્વારા NOC ઈશ્યુ કરી આપેલ આ તકે મોરબી સીરામીક એસોસીએસન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!